અમેરિકામાં રેપના આરોપી હોટ યોગગુરુ બિક્રમ ચૌધરી સામે અરેસ્ટ વોરંટ
બિક્રમ ચૌધરીના હોટ યોગામાં રૂમનું તાપમાન 40 ડિગ્રી રાખવામાં આવે છે. બાદમાં તમામ સ્ટુડન્ટ્સને ત્યાં જ યોગા શીખવવામાં આવે છે. જેને હોટ યોગા કહેવાય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજે એના આધારે લગાવી શકાશે કે 220 દેશોમાં તેમના 720 બિક્રમ યોગ સ્કૂલ ચાલે છે. જે પૈકી મોટાભાગની યોગ સ્કૂલ અમેરિકા, બ્રિટનમાં આવેલી છે. એવું કહેવાય છે કે, દુનિયાનો ટોચનો ટેનિસ પ્લેયર એન્ડી મરે અને ફેમસ ફુટબોલર ડેવિડ બેકહેમ ખરાબ ફોર્મમાં હતા ત્યારે તેમણે બિક્રમ ચૌધરીનો સંપર્ક કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીનાક્ષીએ દાવો કર્યો હતો કે ચૌધરીએ તેમને રેપનો કેસ રફાદફા કરવા કહ્યું હતું પરંતુ જ્યારે તેમણે એમ કરવાનો ઈનકાર કરી દીધો તો તેમને લીગલ એડવાઈઝરની પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મીનાક્ષીના વકીલ કાર્લા મિનાર્ડે કહ્યું હતું કે જાન્યુઆરીમાં કોર્ટનો નિર્ણય આવ્યા પછી ચૌધરી કેલિફોર્નિયાથી ફરાર છે.
ચૌધરીએ ગત વર્ષે દાવો કર્યો હતો કે કાનૂની ફી તરીકે અનેક લાખ ડોલર ચૂકવ્યા પછી તે લગભગ દેવાદાર થઈ ગયા છે. ચૌધરી પર ૨૦૧૩માં તેમના પૂર્વ લીગલ એડવાઈઝર મીનાક્ષીએ રેપનો આરોપ લગાવ્યો હતો. આ મામલે કોર્ટમાં આ જ વર્ષે જાન્યુઆરીમાં મીનાક્ષીની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને ચૌધરીને મીનાક્ષીને વળતર આપવાનો આદેશ આપ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ એડવર્ડ મોર્ટને બુધવારે ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ હતું. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે ચૌધરી ૦.૮ લાખ ડોલર (~ ૫૧.૬ કરોડ) આપીને જામીન મેળવી શકે છે. કોર્ટમાં ચૌધરી તરફથી કોઈ વકીલ હાજર રહ્યા નહોતા.
કેલિફોર્નિયાઃ અમેરિકન કોર્ટે ‘હોટ યોગ’ના ભારતીય મૂળના સંસ્થાપક વિક્રમ ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ચૌધરીને 2016માં કોર્ટે તેમની વકીલ મિનાક્ષી ‘મિકી’ જાફા બોડેન સાથે જાતીય શોષણ કરવાનો અને નોકરીમાંથી કાઢી મૂકવા બદલ દોષિત ઠેરવાયા હતા. કોર્ટે ચૌધરીને મિનાક્ષીને 9,24,000 ડૉલર (રૂ. 5.95 કરોડ)નું વળતર અને 65 લાખ ડૉલર (રૂ. 42.07 કરોડ)નું વળતર આપવા કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -