Trending Video: આજે 15 ઓગસ્ટ, 2022ના રોજ દેશમાં 76મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. આઝાદીના આ તહેવારને ખાસ બનાવવા માટે દરેક દેશવાસી પોતાની રીતે કંઈક કરી રહ્યા છે. ક્યાંક લોકો તિરંગા રેલી કાઢી રહ્યા છે તો ક્યાંક પહાડો અને નદીઓ વચ્ચે તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.


આ દરમિયાન એક યુવકે અનોખી રીતે તિરંગાને સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી, આ વીડિયોમાં પણ તમને અદભૂત ટેલેન્ટ જોવા મળશે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ યુવકના વખાણ કરી રહ્યા છે.


કાચના ગ્લાસ પર બે સિલિન્ડરનું ગજબનું સંતુલનઃ


આ વીડિયોમાં તમે એક યુવકને જોશો, જેણે પોતાના માથા પર કાચના બે ગ્લાસ મુક્યા છે અને આ ગ્લાસ ઉપર ગેસના 2 સિલિન્ડર પણ મુક્યા છે. ગ્લાસ ઉપર ગેસ સિલિન્ડર રાખીને બેલેન્સ જાળવવું ખુબ જ મુશ્કેલ કામ છે. પરંતુ આ યુવકના માથા પર બધું ખૂબ જ સરળતાથી સંતુલિત થઈ રહ્યું હોય તેવું લાગે છે. તમે વીડિયોમાં જોશો કે સંતુલન કરતી વખતે તે એક હાથે ત્રિરંગો ધ્વજ પણ ફરકાવે છે.




ગજબના સંતુલનનો વીડિયો વાયરલ થયોઃ


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્રવીણ_પ્રજાપતિ1 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન પર યુઝરે લખ્યું છે - 'મા તુઝે સલામ.' થોડા દિવસ પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. હજારો યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે.