બોલિવૂડ એક્ટ્રેસને ટ્રોલરે પૂછ્યું- વર્જિનિટી ક્યારે ગુમાવી હતી ? એક્ટ્રેસે આપ્યો સણસણતો જવાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Sep 2019 09:03 PM (IST)
1
(તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
2
ઉલ્લેખનીય છે કે ટાઈગર શ્રોફને પણ એક યૂઝર્સે સવાલ કર્યો હતો કે શું તે વર્જિન છે ? તેના ટાઈગરે જવાબમાં લખ્યું હતું કે “બેશરમ ! મારા મમ્મી પપ્પા પણ મને ફોલો કરે છે મને .”
3
ઇલિયાનાએ ઇંસ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિન્ગ’ સેશન રાખ્યું હતું. આ દરમિયાન તેમણે પોતાની આગામી ફિલ્મ અંગે પસંદ કે નાપસંદ વિશે પૂછ્યું, જ્યાં એક યૂઝર્સે એવો સવાલ કર્યો કે જેનાથી ઇલિયાના તેના પર ભડકી હતી અને ટ્રોલને આકરો જવાબ આપ્યો હતો.
4
સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલિબ્રિટીઓનું ટ્રોલ થવું હાલ સામાન્ય વાત બની ગઈ છે. હવે એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ ટ્રોલનો શિકાર બની છે.
5
એક યૂઝરે ઇલિયાનાને પૂછ્યું કે, તમે વર્જિનિટી ક્યારે ગુમાવી હતી ? તેના જવાબમાં ઈલિયાનાએ જવાબ આપતા લખ્યું કે, “તમારી માતા શું કહેશે. ” એક્ટ્રેસે ઇન્સ્ટા સ્ટોરી પર તેનો ફોટો પણ શેર કર્યો છે.