16 વર્ષની એક્ટ્રેસને ઓનસ્ક્રીન કરવાની હતી કિસ, માતાએ કર્યો હંગામો
શોની સ્ટોરીમાં હાલ અહાન, પંક્તિને ગાયક બનવાના સપનાને સપોર્ટ કરી રહ્યો છે. જેમાં બંનેના લવ સીન પણ દેખાડવામાં આવે છે. સ્પોટબોટની ખબર મુજબ, જન્નતની માતાને આ પંસદ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: સીરિયલ તુ આશિકી માં પંક્તિ અને અહાનની લવસ્ટોરી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ યંગ કપલે ખૂબ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે. શો માં પંક્તિના રોલમાં જન્નત જુબેર રહમાની અને અહાનના રોલમાં રિત્વિક અરોડા જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર જન્નતની માતાને શો માં ફિલ્માવવામાં આવેલા રોમેન્ટિક દ્રશ્યોથી વાંધો છે.
ઉલ્લેખનીય છે કે જન્નતે સીરિયલ ફુલવામાં ફુલવાનુ બાળપણનુ પાત્ર ભજવ્યું હતું.
એક દ્રશ્યમાં જન્નતને રિત્વિકને કિસ કરવાની હતી. વેબસાઈટે સૂત્રોના માધ્યમથી લખ્યું છે - અહાન અને પંક્તિ વચ્ચે એક કિસિંગ સીનનો પ્લાન થયો હતો, પરંતુ આ પંક્તિની માતાને પસંદ નથી આવ્યો અને તેમણે પોડ્યૂસર્સ સામે તેના પર વાંઘો ઉઠાવ્યો છે. ત્યારબાદ જન્નતની માતા અને પ્રોડ્યૂસર્સ વચ્ચે તીખી તકરાર પણ થઈ હતી.
જન્નત હાલ 16 વર્ષની છે. કચાદ તેની માતા નથી ઈચ્છતી કે તે નાની ઉંમરમાં આ પ્રકારના દ્રશ્યો ભજવે.
એ પ્રકારની વાતો પણ સામે આવી છે કે જન્નતની માતાએ શો સાઈન કરતા સમયે નો કિસિંગ ક્લોજ નખાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -