ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
જ્યારે કબીર (ડાયરેક્ટર કબીર ખાન)એ મને ફિલ્મની કહાની સંભળાવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, આ રોલ માટે આપણે શાહરૂખ ખાનને લેવો જોઈએ. જ્યારે મેં શાહરૂખ ખાનને ફોન કર્યો ત્યારે તેણે પૂરી વાત સાંભળ્યા વગર જ હા પાડી દીધી હતી.
ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખની એક નાનકડી ઝલક જરૂર જોવા મળી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાને કહ્યું હતું કે, ફિલ્મમાં શાહરૂખની એન્ટ્રી ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
ફિલ્મ ટ્યૂબલાઈટ આજે રિલીઝ થઈ ગઈ છે. સલમાન ખાન-સોહેલ ખાન સ્ટારર આ ફિલ્મમાં શાહરૂખ ખાન ગેસ્ટ અપિયરન્સ દેખાય છે. દર્શક ખૂબ જ આતુરતાથી કરણ-અર્જુનની આ જોડીને મોટા પડદે જોવા માગે છે.
ફિલ્મમાંથી શાહરૂખ ખાનની કેટલીક તસવીરો લીક થઈ છે. આ તસવીરોમાં શાહરૂખ અને સલમાન બન્ને નજર આવે છે. તસવીર જોતા લાગે છે કે ફિલ્મમાં કિંગ ખાન જાદૂગરની ભૂમિકામાં છે. તેમના ચહેરા પર ટેટૂ પણ જોવા મળી રહ્યું છે.