મિશન કાશ્મીરનું સમગ્ર કામ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવ્યું હતુ, જેઓ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે મળીને પોતાની કોર ટીમ સાથે કાયદાની અસરની સમીક્ષા કરી રહ્યા હતા જેમાં કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ, કાયદાના અધિક સચિવ (ગૃહ મંત્રાલય) આર.એસ.વર્મા, અટૉર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને કાશ્મીર ખંડની તેમની પસંદ કરાયેલી ટીમ હતી.
જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ સુબ્રમણ્મય જે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલયનાં સાથે સંપર્કમાં હતા, તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર ઘણા સુરક્ષા પગલાઓ ઉઠવવાનો પ્લાન તૈયાર કર્યો, જેમાં પોલીસ, અર્ધસૈનિક દળો અને પ્રશાસનનાં પ્રમુખ અધિકારીઓ દ્વારા સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવા, સંવેદનશીલ શહેરી અને ગ્રામણી વિસ્તારોમાં ક્યૂઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ)ને તૈનાત કરવા, તથા સેના દ્વારા નિયંત્રણ રેખા પર સતર્કતા વધારવાનાં પગલા ઉઠાવ્યા.
4 ઑગષ્ટની મહત્વપૂર્ણ રાતનાં મુખ્ય સચિવે પોલીસ મહાનિર્દેશક (જમ્મુ અને કાશ્મીર) દિલબાગ સિંહને ઘણા અસરકારક પગલા ઉઠાવવાનો આદેશ આપ્યો, જેમાં પ્રમુખ નેતાઓની ધરપકડ, મોબાઈલ અને લેન્ડલાઇન સેવાઓ બંધ કરાવવી, 144ની કલમ લાગુ કરવી તથા ઘાટીમાં કર્ફ્યૂ દરમિયાન સુરક્ષા દળોનું પેટ્રોલિંગ વધારવું સામેલ છે.