મુંબઈઃ ટેલીવિઝન એક્ટ્રેસ અને મોડલ ગહના વશિષ્ઠને કાર્ડિયક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત અતિ નાજુક છે. ગહનાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામં આવી છે.
ગહનાની સારવાર મુંબઈના મલાડ વિસ્તારની રક્ષા હોસ્પિટલમાં ચાલી રહી છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, લો બ્લડ પ્રેશરના કારણે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ ઉપરાંત એનર્જી ડ્રિંક કે દવાના રિએક્શનથી પણ આવી સ્થિતિ ઉભી થઈ હોય તેવી પણ આશંકા છે.
ગહના ગુરુવારે બપોરે મડ આઈલેંડમાં એક વેબસીરિઝનું શૂટિંગ કરતી હતી. જ્યાં સેટ પર તે અચાનક બેભાન થઈને ઢળી પડી હતી. જે બાદ તાત્કાલિત તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી.
અજીત પવારને NCPના વિધાયક દળના નેતા પદેથી હટાવાયા, જાણો કોને મળી નવી જવાબદારી
IND v BAN: બીજા દિવસની રમત પૂર્ણ, ભારત જીતથી 4 વિકેટ દૂર