જે બાદ આજે રાત્રે એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને દિલીપ પાટીલને વિધાયક દળના નવા નેતા પસંદ કરવામાં આવ્યા છે.
અજીત પવારની રાજકીય સફર
અજીત પવારે 1980ના દાયકમાં શરદ પવારના સાનિધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991માં બારામતી વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને રાજનીતિમાં આવ્યા અને ત્યારથી સતત સાત વખત તેઓ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવી ચુક્યા છે. આ વખતે પણ તેઓ વિધાનસભા ચૂંટણીમાં 1.65 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. 1991માં સુધાકરરાવ નાઇકની સરકારમાં તેઓ પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. તેઓ ત્રણ દાયકાની રાજનીતિમાં અત્યાર સુધીમાં કૃષિ, જળ સંસાધન, ગ્રામીણ મુદ્દા, સિંચાઈ, વીજળી જેવા મંત્રાલય સંભાળી ચુક્યા છે. નવેમ્બર 2010માં તેઓ પ્રથમ વખત રાજ્યના ઉપ મુખ્યમંત્રી બન્યા હતા.
શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર
બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે