કોલકાતાઃ અત્રેના ઈડન ગાર્ડનમાં રમાઇ રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની સૌપ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમે બીજા દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા છે અને હજુ તેઓ ભારતથી 89 રન પાછળ છે. રહીમ 59 રને રમતમાં છે. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારત તરફથી ઈશાંત શર્માને 4 અને ઉમેશ યાદવને 2 સફળતા મળી છે.


બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની કંગાળ શરૂઆત

241 રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમની બીજી ઈનિંગમાં પણ કંગાળ શરૂઆત થઈ હતી. પ્રવાસી ટીમે 13 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી. પરંતુ તે બાદ રહીમ અને મહમુદુલ્લાએ ભારતીય બોલરોને મચક આપી નહોતી. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ થયા બાદ ભારતે મહેદી હસન (15 રન) અને તૈજુલ ઇસ્લામ (11 રન)ની વિકેટ લીધી હતી.


બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ 347/9 પર દાવ ડિકલેર કર્યો હતો. સાહા 17 અને શમી 10 રને નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 136 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલી ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 55 અને અજિંક્ય રહાણે 51 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી અલ અમીન હોસન અને ઇબાદત હોસને 3-3 તથા અબુ જાયેદે 2  વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનિંગમાં 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હોવાથી ભારતને પ્રથમ ઈનિંગમાં 241 રનની લીડ મળી હતી.


પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. પુજારાએ 55 રન બનાવ્યા હતા અને તે ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. રોહિત શર્મા 21 અને મયંક અગ્રવાલ 14 રને આઉટ થયા હતા.


આ પહેલા બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 106 રનમાં જ સમેટાઇ હતી. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક 29 રન કર્યા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે 12 વર્ષ પછી પાંચ વિકેટ લીધી હતી.

અજીત પવારને NCPના વિધાયક દળના નેતા પદેથી હટાવાયા, જાણો કોને મળી નવી જવાબદારી

શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર

 બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત