એક્ટ્રેસ હિના ખાન ઇન્ડો-હૉલીવુડ ફિલ્મનું શૂટિંગ અને તૈયારીઓ કરી રહી છે. આ ફિલ્મનું નામ કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ છે. હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના ફર્સ્ટ લૂકની તસવીરો શેર કરી છે. જેમાં તેને કેપ્ટનમાં લખ્યુ છે કે, 'મળો ગૌશા ને, મારો પહેલો ઇન્ડો-હૉલીવુડ પ્રૉજેક્ટ, ડાયરેક્ટેડ બાય વન એન્ડ ઓનલી રાહત કાઝમી, કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ'
તસવીરમાં હિના ખાન એક આદિવાસી લૂકમાં દેખાઇ રહી છે. તેને જાનવરોની ખાલ અને ફળોથી બનેલા પોશાક પહેરેલો છે. આ લૂકમાં હિના ખાને એક હાથમાં તીર-કામઠુ પકડ્યુ છે, અને તે નિશાન લગાવી રહી છે.