મુંબઈ: એકતા કપૂરની સીરિયલ 'નાગિન 3'માં જોવા મળતી ટીવીની એક્ટ્રેસ કરિશમા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટસ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. કરિશ્માએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


કરિશમા તન્નાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. કરિશ્મા તન્નાનું આ બોલ્ડ ફોટોશૂટ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ તસવીરોમાં કરિશમા સિંગલ ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં કરિશ્મા ખૂબ જ હોટ લાગી રહી છે. કરિશમાના ફેન્સને આ હોટ ફોટોશૂટ ખૂબ પસંદ આવી રહ્યું છે. કરિશ્માના આ હોટ ફોટોશૂટને એક લાખ કરતા વધારે લાઈક્સ મળી ચુક્યા છે.


ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેની હોટ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ પહેલા પણ કરિશ્મા તન્નાએ બિકીનીમાં બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી હતી. બિકિનીમાં કરિશ્માની અદાઓ તેના ફેન્સને દિવાના કરી રહી હતી.