નવી દિલ્હીઃ ડિશ ટીવીએ જાહેરાત કરી છે કે તે અનલિમિટેડ FTA એટલે કે ફ્રી ટૂ એર ચેનલ્સને બેઝ પેકની સાથે આપશે. એફટીએ ચેનલ્સોને 100 મફત ચેનલમાં નહીં ગણવામાં આવે જે બેઝ પેકની સાથે આવે છે. વળી આમાં નેટવર્ક કેપેસિટી ચાર્જ પણ નહીં લાગે.



હાલમાં યૂઝર્સને 100 બેઝ ચેનલ્સ મળી રહી છે, તે પણ 130 રૂપિયામાં. પણ 18 ટકા જીએસટી ટેક્સની સાથે આ 153 રૂપિયા થઇ જાય છે. DishTVએ મેરા અપના પેક રૉલઆઉટ કર્યુ છે, જ્યાં કોઇપણ ચાર્જ વિના અનલિમિટેડ એફટીએ ચેનલ્સ આપવામાં આવી રહી છે. જો કોઇ યૂઝર પેઇડ ચેનલ સિલેક્ટ કરે છે તો તેને 25 જરૂરી ચેનલ્સ મળશે, જે ફ્રી ટૂ એર હશે.

[gallery ids="380652"]

DishTV સબ્સક્રાઇબર્સને 130 રૂપિયા NFC ચાર્જ તરીકે આપવા પડશે, જો તે 100 ચેનલ્સ સિલેક્ટ કરે તો. એફટીએ ચેનલ્સને આ લિસ્ટમાં નથી જોડવામાં આવે એટલે કે યૂઝર્સને 100 ખાલી સ્પૉટ છોડવા પડશે, જેમાં તે પોતાની મરજી પ્રમાણે પેઇડ ચેનલ સિલેક્ટ કરી શકે છે. FTA ચેનલ્સ લીધા બાદ યૂઝર્સને વધારાની ચેનલ્સ સ્લેબ માટે કંઇ વધારે પે નહીં કરવું પડે. પણ જો યૂઝર્સ FTA ચેનલને સિલેક્ટ કરે છે તો તેને 25ડીડી ચેનલ મળશે, જેનાથી 25 સ્પૉટ ભરાઇ જશે, એટલે કે યૂઝરની પાસે માત્ર 75 સ્પૉટ જ બચશે.



વળી, ટ્રાઇએ પણ કહી દીધુ છે કે એનએફસી ઉપરાંત જો કોઇ યૂઝર 25 વધુ ચેનલ્સ લે છે તો તેને વધારાના 20 રૂપિયા આપવા પડશે. વળી જ્યારે યૂઝર 100થી વધુ ચેનલ સિલેક્ટ કરશે તો તેના NFC ચાર્જ જરૂર વધશે. આનાથી એ ફાયદો છે કે જો કોઇએ 100 મફત ચેનલ લીધી છે, તો તેનુ મહિનાનું બીલ ઓછુ આવશે, વળી જેને નથી લીધી તેને વધારે પૈસા આપવા પડશે.