નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર બોયના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પઠાનકોટ આતંકી હુમલાની તપાસ માટે આઈએસઆઈને બોલાવનારા મોદી પાકિસ્તાનના પોસ્ટર બોય છે. બાલાકોટમાં વાયુસેનાની કાર્રવાઈમાં આતંકવાદીઓને થયેલ નુકસાનના પુરાવાની માગ કરનારા નેતાઓની પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના પોસ્ટર બોય કહીને મજાક ઉડાવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, નવાઝ શરીફના ત્યાં લગ્નમાં અમે નહોતા ગયા. ISIને પઠાણકોટ તપાસ માટે અમે નહોતી બોલાવી. રાહુલ ગાંધીએ કહ્યું કે, નવાઝ શરીફના ત્યાં લગ્નમાં ગયા, પઠાણકોટમાં ISIને તમે બોલાવી. તો પોસ્ટર બોય અમે કેવી રીતે થયા. નરેન્દ્ર મોદી જ પાકિસ્તાનના પોસ્ટર બોય છે. તેઓ જ તેમને ગળે મળતાં રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ જ નવાઝ શરીફને તેમના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યા હતા, અમે નહોતા બોલાવ્યા.



એરસ્ટ્રાઈક પર જાહેર કરવામાં આવેલા પુરાવાના વિવાદ વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, શહીદોના પરિવારજનો જવાબ માંગી રહ્યા છે. મેં ન્યૂઝ પેપરમાં વાચ્યું કે, શહીદોના પરિવારજનો પુરાવાની માંગણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટી આ વિશે તેમની દરેક વાત સતત લોકોની સામે મુકી રહ્યા છે.