મુંબઈ: ટીવી એક્ટ્રેસ મૌની રોય પોતાના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. મૌની રોય તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મૌની રોય રેડ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે.
મૌની રોય ગોવામાં મિત્રોની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેણે પોતાની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
મૌની રોય અક્ષયકુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી.
મૌનીએ વર્ષ 2007માં આવેલી ફેમસ ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ દ્વારા કરિયરની શરૂઆત કરી હતી.