સૌમ્યા ટંડને શેર કરી દીકરાની પ્રથમ તસવીર, જુઓ Pic
સૌમ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટો શેર કર્યા હતા. જેમાં તે બેબી બંપ બતાવતી નજરે પડતી હતી. સૌમ્યાએ 2016માં બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેઓ અનેક વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ TV સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અનીતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન માતા બની ગઈ છે. 34 વર્ષીય સૌમ્યા ટંડને શુક્રવારે રાતે દીકરાને જન્મ આપ્યો હતો. જે બાદ તેણે આજે દીકરાની તસવીર શેર કરી હતી.
સૌમ્યાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીને લઈ જાણકારી આપી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આજે હું જાદુગર જેવું અનુભવી રહી છે. હું સુપરહીરો બની ગઈ હોય તેમ લાગે છે. હું પ્રેગ્નેન્ટ છું અને દરેક ક્ષણને જીવવાની કોશિશ કરી રહી છું.
સૌમ્યાએ ઇન્સ્ટાગ્રામ પર દીકરાની તસવીર શેર કરીને લખ્યું છે કે, 'Our bundle of joy'. તસવીરમાં સૌમ્યા અને તેના પતિએ બાળકને તેડ્યું છે અને બંને હસતા નજરે પડી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -