ટીવીની આ હોટ એક્ટ્રેસ થઈ પ્રેગનન્ટ, જાણો કોણ છે તેનો પતિ ?
તેણે ઈન્સ્ટાગ્રામ પર જે લેટેસ્ટ ફોટા અપલોડ કર્યા છે તે બોલીવુડનાં જાણીતાં ફોટોગ્રાફર સચિન દ્વારા ક્લીક કરવામાં આવ્યા છે જોકે તે શો છોડશે કે નહીં તે અંગે કોઈ ચોખવટ કરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌમ્યાએ ડિસેમ્બર 2016માં તેના મિત્ર બેંકર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. 10 વર્ષથી બંને રિલેશનમાં હતા અને એકબીજાને ડેટ કરતા હતા.
સૌમ્યા ટંડનની આ ખબર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તે શોમાંથી ગાયબ થવાની વાત ઘણા સમયથી સંભળાતી હતી. આ પાછળનું કારણ તેની પ્રેગ્નેન્સી બતાવવામાં આવે છે.
ટીવી શો ભાભી જી ઘર પર હૈ ઉપરાંત સૌમ્યા ટંડન ફિલ્મ જબ બી મેટમાં પણ નજરે પડી ચુકી છે. આ ફિલ્મમાં તે કરીના કપૂરની બહેનના રોલમાં જોવા મળી હતી.
સૌમ્યા ટંડન પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. તેણે તસવીર શેર કરીને લખ્યું છે કે, એક અનોખા અહેસાસ સાથે સવારે ઉઠું છું. હું ખુદને આશીર્વાદ અને દેવભક્તિથી ભરેલી અનુભવી રહી છે. એક સૌથી મોટી ખબર- હું ગર્ભવતી છું અને દરેક ક્ષણ એન્જોય કરીને જીવવવાની કોશિશ કરું છું. તમારા બધાની શુભેચ્છાની જરૂર છે. કુદરતે મને આ અનોખો અવસર આપ્યો તેને હું પૂરી નિષ્ઠાથી નીભાવીશ અને માતૃત્વને માણીશ.
સૌમ્યા ટંડનની તેના પતિ સાથેની ફાઇલ તસવીર.
મુંબઈઃ જાણીતી ટીવી સીરિયલ ‘ભાબીજી ઘર પર હૈ’ની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન પ્રૅગ્નન્ટ છે. એક્ટ્રેસે ફેન્સ સાથે એક ખાસ પોસ્ટ શેર કરીને આ ખુશખબરી સંભળાવી છે. સૌમ્યા તેની લેટેસ્ટ તસવીર શેર કરીને એક સ્પેશિયલ મેસેજ લખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -