રોલ માટે ડાયરેક્ટરે કરી સેક્સની માગ, જાણો કઈ અભિનેત્રીએ કર્યો કાસ્ટિંગ કાઉચનો ખુલાસો
સુલગ્નાએ આ સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું કે આ તેના અને એજન્ટ વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ છે. જેમાં એજન્ટ ખૂબ જ બેફિકરાઈ પૂર્વક સીધું જ પૂછી રહ્યો છે કે આ એક કોમ્પ્રો પ્રોજેક્ટ છે. શૂટિંગ માટે પેમેન્ટ મળી ગયા બાદ જો તમે કમ્ફર્ટેબલ હોવ તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. આ સાથે જ તેણે સ્પષ્ટતા કરી કે આ ડિરેક્ટરની ડિમાંડ છે, મારી નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડમાં થઈ રહેલ કાસ્ટિંગ કાઉચ પર અનેક સેલિબ્રિટીસ ખુલાસા કરી ચૂક્યા છે. હાલમાં જ કાસ્ટિંગ કાઉચનો વધુ એક ચોંકાવનારો ખુસાલો સામે આવ્યો છે. ટીવી એક્ટ્રેસ સુલગના ચેટર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં એજન્ટે તેને સમાધાન એટલે કે સેક્સ કરવાનું કહી રહ્યો છે. સુલગનાનો આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આવું પહેલીવાર નથી કે જ્યારે કોઈ એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવ્યો હોય. આ પહેલા વિદ્યા બાલન અને રાધિકા આપ્ટે જેવી અભિનેત્રીઓ પણ આ મુદ્દે ખુલીને બોલી હતી. ત્યાં સુધી કે ઇરફાને પણ પોતાની સાથે જોડાયેલ આવો જ એક કિસ્સો જાહેર કર્યો હતો.
સુલગ્નાએ કેપ્શનમાં લખ્યું કે ‘ઇન્ડસ્ટ્રીમાં ખૂબ કોમન છે આવી ઓફર્સ પરંતુ તમે ધીમે ધીમે ટેવાઈ જાવ છો પછી આવા મેસેજીસને તમને સીધા જ ના પાડતા શીખી જાવ છો.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -