રાજ્યના ઈન્ચાર્જ DGP બન્યા સિનિયર મોસ્ટ IPS ઓફિસર પ્રમોદ કુમાર
અમદાવાદ: રાજ્યના ઈંચાર્જ ડીજીપી તરીકે સિનિયર IPS ઓફિસર પ્રમોદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ઇન્ચાર્જ પોલીસ વડા ગીથા જોહરીની નિવૃત્તિથી ખાલી પડેલ જગ્યા પર ગઇકાલ સાંજ સુધી કોઇ નિર્ણય ન આવતા નિયમ અનુસાર રાજ્યના એડમન વડા મોહન ઝાને કામચલાઉ ચાર્જ સોપવામાં આવ્યો હતો. બાદમાં આજે સત્તાવાર રીતે નવા ડીજીપી તરીકે 1983ની બેચના પ્રમોદ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રમોદ કુમાર ફ્રેબ્રુઆરી 2018માં નિવૃત થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહ વિભાગે ત્રણ સિનિયર IPSની પેનલના નામ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલ્યા હતા.જેમાં પ્રમોદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. પ્રમોદ કુમારે શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળનારા ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તે અમારી પ્રાથમિકતા રહેશે.
ગુજરાતમાં કાયમી ડીજીપીનો મામલો હાલ હાઈકોર્ટમાં છે. હાઇકોર્ટે આગામી 5 ડિસેમ્બર સુધી આ મામલે જવાબ રજૂ કરવા ઇલેક્શન કમિશનને જણાવ્યું છે.
નોંધનીય છે કે ઈંચાર્જ DGP ગીતા જોહરી વયમર્યાદાના કારણે ગઈકાલે નિવૃત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કાયમી ડીજીપીનું પદ ખાલી છે. ગીથા જોહરીને પણ ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -