મુંબઈ: ટીવી અભિનેત્રી અશનૂર કૌર માટે સોમવારનો દિવસ એક સામાન્ય વર્કિંગ-ડે હતો. આ સમયે તે ‘પટિયાલા બેબ્સ’ ટીવી સીરિયલમાં લીડ રોલ ભજવી રહી છે. સોમવારે સીબીએસઈના 10માં ધોરણનું પરિણામ આવ્યું જેમાં અશનૂરે 93 ટકા મેળવ્યા છે. અશનૂર કાંદિવલીની રાયર ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
રિઝલ્ટ વિશે વાત કરતા અશનૂરે કહ્યું હતું કે, મને 90 ટકા માર્ક્સ મળવાની આશા હતી પરંતુ મને ખબર પડી કે 93 ટકા માર્ક્સ મળ્યાં છે. આ મારાં માટે ખૂબ જ ખુશીની વાત હતી. હું મારું રિઝલ્ટ જોતાં સમયે ખૂબ જ નર્વસ હતી પરંતુ જ્યારે મેં રિઝલ્ટ જોયું તો ખુશ થઈને બૂમો પાડવા લાગી હતી. મારી માતા પણ ત્યાં હાજર હતી અને મારી સફળતા જોઈને તેમની આંખમાં આસું આવી ગયા હતાં. શૂટિંગના સેટ પર પણ બધાંએ શુભકામના પાઠવી હતી.
અશનૂરનું કહેવું છે કે, સીરિયલ સાથે અભ્યાસને મેનેજ કરવો ખૂબ મુશ્કેલ છે. જોકે અશનૂરને એક્ટિંગ ઉપરાંત અભ્સાયમાં ખૂબ રસ છે. તેણે કહ્યું હતું કે, હું એક્ટિંગ સાથે પોતાના અભ્યાસ માટે ખૂબ જ જૂનુની રહી છું. મને ખબર છે કે જો હું એક્ટિંગને પોતાનું કરિયર બનાવું તો આ અભ્યાસ પૂરો કર્યાં બાદ જ કરીશ. આ ખૂબ જ અઘરું હતું. મને યાદ છે કે, હું પોતાના ડાયલોગ્સ યાદ કરવા સાથે જ અભ્યાસ કરતી હતી. હું મેકઅપ રૂમમાં વાંચતી રહેતી.
અશૂનરે જણાવ્યું હતું કે, એક્ટિંગ સાથે અભ્યાસમાં તેના પેરેન્ટ્સ, પ્રોડક્શન ટીમ, સ્કૂલ અને ટીચર્સે પણ ઘણી મદદ કરી હતી. પોતાના ફ્યૂચર પ્લાન વિશે વાત કરતા અશનૂરે જણાવ્યું કે, તે 11માં ધોરણમાં કોમર્સ સ્ટ્રીમ પસંદ કરશે.
‘પટિયાલા બેબ્સ’ સીરિયલની કઈ અભિનેત્રીએ ધોરણ 10માં 93 ટકા માર્ક્સ મેળવ્યાં, જાણો વિગત
abpasmita.in
Updated at:
07 May 2019 03:25 PM (IST)
મને 90 ટકા માર્ક્સ મળવાની આશા હતી પરંતુ મને ખબર પડી કે 93 ટકા માર્ક્સ મળ્યાં છે. આ મારાં માટે ખૂબ જ ખુશીની વાત હતી. હું મારું રિઝલ્ટ જોતાં સમયે ખૂબ જ નર્વસ હતી પરંતુ જ્યારે મેં રિઝલ્ટ જોયું તો ખુશ થઈને બૂમો પાડવા લાગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -