ટેલિવૂડ:કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મુંબઇમાં ટીવી અને ફિલ્મ સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાથી બચવા માટે ટીવી શોના મેકર્સ આ 7 ઉપાય કરી રહ્યાં છે.
શૂટ ફ્રોમની આપી સુવિધા
કોરોનાનું સંક્રમણ વધતા હવે સેલિબ્રિટી ઘર પર જ શૂટિંગ કરી રહ્યાં છે. ટીવી મેકર્સે સેલેબ્સને શૂટ ફ્રોમ હોમની સુવિધા આપી છે.કેટલાક કલાકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્ક્રિપ્ટ રાઇટરે શોની સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યાં છે. ઘર પર શૂટ કરતા સેલેબ્સ માટે લાઇટસ કેમેરાની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે.
શેટ ઉકાળાનું વિતરણ
કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. હિમાની શિવપુરી સહિતના કેટલાક ટીવી કલાકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિમાં ટીવી મેકર બહુ સાવધાનીથી કામ કરી રહ્યાં છે. ટીવીના શો મેકર્સ શૂટિંગ સેટ પર ઉકાળાનું વિતરણ કરી રહ્યાં છે.
શૂટિંગમાં લોકોની સંખ્યા ઘટાડી
ટીવી શો મેકર્સે કોરોનાના પગલે આઉટ ડોર શૂટ અને નાઇટ શૂટિંગ બંધ કરી દીધું છે. સવારે સાતથી સાંજે 8 સુધીનો શૂટિંગનો ટાઇમ નિશ્ચિત કરી દેવાયો છે. આટલું જ નહીં શૂટિંગ સેટ પર ઓછામાં ઓછા લોકો રહે તેવી વ્યવસ્થા પર કરવામાં આવી છે.
ભીડવાળી જગ્યા પર શૂટિંગ બંધ
કોરોનાના પગલે શોની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી દેવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં ભીડવાળી જગ્યાએ શૂટીંગ કરવાનું પણ ટીવી મેકર્સે બંધ કરી દીધું છે. સ્ટોરીમાં થોડો ફેરફાર કરીને સેટ પણ ઓછા લોકોની વચ્ચે જ શૂટ થઇ રહ્યું છે.
સેટ પર નિયમ તોડનારને દંડ
સેટ પર કલાકાર સિવાયના હાજર લોકોને પીપીઇ કિટ પહેરી ફરજિયાત કરી દેવાઇ છે. માસ્ક અને સામાજિક અંતરના સહિતના નિયમો તોડનાર પાસેથી દંડ વૂસલાય છે. જેથી તે આવી બેદરકારી બીજી વખત ન કરે.

કેટલાક શોએ લીધો બ્રેક
કોરોનાની સ્થિતિની ગંભીરતાને જોતા કેટલાક શોએ હાલ બ્રેક લઇ લીઘો છે. સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ, ગૂમ હૈ કિસીકે પ્યાર મે, મહેંદીનું શૂટિંગ હાલ રોકી દેવાયું છે અને આ તમામ શોએ બ્રેક લઇ લીધો છે. તો બીજુ તરફ મજબુરીમાં સ્ટોરીલાઇનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.