મુંબઇઃ ટીવી અને ફિલ્મી એક્ટ્રેસ હિના ખાન ફરી એકવાર ટીવી પર દેખાશે. સોશ્યલ મીડિયા હિના ખાન અવારનવાર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેને પોતાના ફેન્સ માટે એક નવી કડી શેર કરી છે, જેમાં તે નવા અવતારમાં દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, હિના ખાને ટીવી સીરિયલ, ફિલ્મ ઉપરાંત હવે તેને એક વેબસીરીઝમાં હાથ અજમાવ્યો છે. આમાં એક્ટ્રેસની ભૂમિકા એક પોલીસ અધિકારીની છે. તે આ સીરીઝમાં એક કૉપના રૉલમાં દેખાશે.
તાજેતરમાં જ એક્ટ્રેસે પોલીસની વર્દીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, સામાન્ય રીતે એક્ટ્રેસ પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલની આ તસવીરોમાં તે એક કડક પોલીસવાળીનો રૉલ કરતી દેખાઇ રહી છે. તેનો અંદાજ શૉક્ડ છે, તેના ચહેરા પર ભાવ નથી અને તે ગંભીર દેખાઇ રહી છે. તેનો આ નવો અવતાર જોવા ફેન્સ પણ ઇન્તજાર કરી રહ્યાં છે.
તસવીરો શેર કરતા હિના ખાને લખ્યું- બહુજ ગર્વ અને ઉત્સુકતાની સાથે પોતાની અપકમિંગ વેબ સીરીઝ ‘SEVEN ONE’ નુ પૉસ્ટ રિલીઝ કરી રહી છુ. અમે એ વાતનો વાયદો કરીએ છીએ કે આ વેબ સીરીઝ તમને એટલી બધી ઇન્ટરેસ્ટિંગ લાગશે કે તમને તમારી સીટ પરથી ઉઠવા જ નહીં દે. @realhinakhan ને તમે આનાથી પહેલા ક્યારેય ના જોયેલા અવતારમાં જોશો. તે ઇન્સ્પેક્ટર રાધિકા શ્રોફના રૉલમાં દેખાશે, અને અપડેટ માટે જોડાયેલા રહો.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ હિના ખાન ટીવીની દુનિયામાં જાણીતુ નામ છે, હિના ખાને ઘણીબધી હિટ સીરિયલોમાં કામ કર્યુ છે, તેને ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. હિના ખાને સૌથી સક્સેસ સીરિયલ નાગિનમાં પણ કામ કર્ય હતુ. હવે તેના માટે વેબ સીરીઝ એક નવો અનુભવ રહેશે.