મુંબઈઃ પોતાના ટ્વીટ્સથી ચર્ચામાં રહેનારી બૉલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના એકવાર ફરીથી ચર્ચામાં છે. ટ્વિટર ઉપર પોતાના આગવા અંદાજમાં કટાક્ષ કરતી હોય છે. તાજેતરમાં ટ્વિંકલ ખન્નાએ પોતાનો એક બ્લોગ સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યો છે. વધતી જતી ડુંગળીની કિંમતો અંગે બ્લોગ શૅર કર્યો છે.

આ બ્લોગને ટ્વિટર પર શેર કરતી વખતે, ટ્વિંકલે ડુંગળીને અન્ય ફળ સાથે સરખાવી, કારણ કે ટ્વિંકલના હાથમાં જોવા મળતું ફળ એકદમ મોંઘું છે. જેને એવોકાડો કહેવામાં આવે છે. આ બ્લોગમાં, ટ્વિંકલે ડુંગળીના ભાવો અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમણે નાણાં મંત્રિ નિર્મલા સીતારમણ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, શુક્રવારે નિર્મલાએ ફ્રાંસની મહારાણી મેરી એટોનેની જેમ એવું નથી કહ્યું કે 'જો ડુંગળી ન હોય તો કાંદા ભજિયા ખાઓ'.


અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પોતાના બ્લોગમાં ગૂગલ કર્યા પછી પાંચ એવી રેસિપી પણ શૅર કરી છે. જે ડુંગળી વગર બની શકે છે. આ રેસિપીમાં પાવભાજી, ચિકન કરી, રાજમા, રિંગળ ભરથું અને મટન કીમાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા ટ્વિંકલ ખન્નાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી તસવીર શૅર કરી છે. જેમાં તે ધ્યાનની મુદ્રામાં જોવા મળી રહી છે. તસવીર ઉપર તેણે કેપ્શન લખ્યું છે- છેલ્લા કેટલાક દિવસોમાં આટલા બધા આધ્યાત્મિક ફોટાઓ જોયા પછી હું હવે મેડિટેશન ફોટોગ્રાફી, પોઝિઝ એન્ડ એંગલ્સ પર વર્કશોપની એક સીરીઝ શરૂ કરવાની છું.