‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલ કોની સાથે કરશે લગ્ન! જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Aug 2018 11:28 AM (IST)
1
પોપટલાલના જબરદસ્તીથી ભૂતડી સાથે લગ્ન કરાવવામાં આવશે તેવું દર્શાવાશે. ડરામણી દુલ્હન પોપટલાલ સમક્ષ લગ્નન પ્રસ્તાવ મુકશે. પોપટલાલ ભાગવાની કોશિશ કરશે, પરંતુ ભૂતડી નહીં માને અને જબરદસ્તીથી પોપટલાલ સાથે લગ્ન કરવાની કોશિશ કરશે. જે બાદ તે ગોકુલધામમાં તેના મિત્રોની મદદ માંગશે.
2
મુંબઈઃ જાણીતા કોમેડિ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. હાલ સિરિયલમાં ડરામણી દુલ્હનનો ટ્રેક ચાલી રહ્યો છે. જે અંતર્ગત સિરિયલમાં પત્રકાર પોપટલાલના લગ્ન થનારા છે, પરંતુ આ વાત દર્શકોનો ચોંકાવશે.
3
શોમાં હાલ આવી રહેલો ટ્વિસ્ટ દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.
4
પોપટલાલના લગ્ન કોઈ વ્યક્તિ સાથે નહીં પરંતુ ભૂતડી સાથે થનારા છે. ભૂતથી ખૂબ ડર લાગે છે. કોઈએ તેને કહ્યું છે કે ભૂત માત્ર કુંવારા પુરુષો પર જ હુમલો કરે છે. આ વાત જાણ્યા બાદ તેની રાતની નિંદર ઉડી ગઈ છે.