સચિનના રેકોર્ડને આ ખેલાડીથી હતો ખતરો, પણ ઈશાંત શર્મા ખતમ કરી દેશે કરિયર!
કૂક વર્તમાન સમયમાં સૌથી વધારે રન બનાવનારો ટેસ્ટ ખેલાડી છે. કૂક ટેસ્ટમાં 12,179 રન નોંધાવી ચુક્યો છે અને હાલ તેની ઉંમર 33 વર્ષ જ છે. તેથી એવું માનવામાં આવતું હતું કે તે સચિન તેંડુલકરના 15,921 ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે છે. જોકે હવે કૂકના કંગાળ ફોર્મને કારણે આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ લાગી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાંત શર્માનો સામનો કરવામાં એલિસ્ટર કૂકને ખાસ પરેશાની થતી હોવાનું લાગે છે. ઈશાંત કૂકને 11 વખત આઉટ કર્યો છે. ઈશાંતે તેની કરિયરમાં અન્ય કોઈ બેટ્સમેનને આટલી વખત આઉટ કર્યો નથી. ઈશાંત શર્માએ ઈંગ્લેન્ડ સામે સૌથી વધારે 49 વિકેટ પણ ઝડપી છે.
નોટિંઘમઃ નોટિંઘમ ટેસ્ટની બીજી ઈનિંગમાં એલિસ્ટર કૂક માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. કૂકને ઈશાંત શર્માએ પેવેલિયન મોકલ્યો હતો. પ્રથમ ઈનિંગમાં પણ કૂક 29 રન બનાવી ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો.
કૂકે ભારત સામેની 3 ટેસ્ટની 6 ઇનિંગમાં 16ની સરેરાશથી માત્ર 80 રન જ કર્યા છે. તે સીરિઝમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી અને તેનો સર્વાધિક સ્કોર માત્ર 29 રન જ રહ્યો છે. કૂકની નિષ્ફળતા બાદ તેના કરિયર પર સવાલ ઉભા થવા લાગ્યા છે. ઈંગ્લિશ મીડિયામાં થઈ રહેલા ગણગણાટ મુજબ ટીમમાંથી તેને ડ્રોપ કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -