નવી દિલ્હીઃ પાકિસ્તાની પૉપ સિંગર રબી પીરઝાદા પોતાની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંપથી કરડાવવાની અને સ્યૂસાઇડ બોમ્બર બની હુમલો કરવાની ધમકી આપી હતી. હવે રબી પીરઝાદા ફરી એક નવા જ વિવાદમાં સપડાઈ છે. રબી પીરઝાદાની ન્યૂડ તસવીરો અને વીડિયો ઑનલાઇન લીક થવાના કારણે ચર્ચામાં આવી છે. તેની તસવીરો અને વીડિયો ઑનલાઇન લીક થવા ઉપર લોકો અનેક પ્રકારની કોમેન્ટો કરે છે. શુક્રવારે કલાકોમાં જ રબી પીરઝાદાની અંતરંગ તસવીરો અને નગ્ન વીડિયો ઑનલાઇન લીક થયા બાદ વાયરલ થયા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ રબી પીરઝાદનો સાથ આપતા આ તસવીરો અને વીડિયો ફૉરવર્ડ ન કરવા માટે અપીલ કરી છે.
આ મામલે એક યુઝર્સે લખ્યું હતું કે, આ તસવીરો અને વીડિયો એટલા માટે લીક થયા છે કારણ કે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરની સાથે રબી પીરઝાદનો વિવાદ થયો હતો. ટ્વિટર ઉપર એક યુઝર્સે લખ્યું છે કે આ તસવીરો અને વીડિયો એટલા માટે લીક થયા છે કારણ કે આઇટમ સોંગનો બચાવ કરવા ઉપર રબી પીરઝાદાએ મેજર જનરલ આસિફ ગફૂરની ટીકા કરી હતી. એટલા માટે બધાને તેમના ઉપર શંકા કરે છે. આ વિવાદમાં રબી પીરઝાદાના પૂર્વ બોયફ્રેન્ડને પણ શંકાની નજરે જોવામાં આવે છે. એક યુઝર્સે લખ્યું છે કે, આ તસવીરો અને વીડિયો લીક કરવા પાછળ રબી પરીઝાદાના પૂર્વ બોયફ્રેન્ડનો હાથ છે. ઉલ્લેખનીય છે કે, રબી પીરઝાદાએ તાજેતરમાં એક ફિલ્મ કાફ કંગનામાં નીલમ મુનીરના ડાન્સનો બચાવ કરવા ઉપર આસિફ ગફૂરની ટીકા કરી હતી. આ ગીતમાં ભારતની છાપ ખરાબ દર્શાવવાનો પ્રયત્ન કરવા પર ઑનલાઇન ટ્રોલ થઇ હતી.