Filmy Style Theft Video: બોલીવુડની લોકપ્રિય ફિલ્મ 'ધૂમ' આપણે બધાએ જોઈ છે. જેમણે ફિલ્મ નથી જોયું તેમને સોશિયલ મીડિયા પર ફિલ્મના ચોરીના સીન તો જરુરથી જોયા હશે. પરંતુ તે ફિલ્મ હતી અને ચોરીનો સીન સ્ક્રિપ્ટમાં લખેલો હતો. પરંતુ તમે કલ્પના કરી શકો છો કે, આવી જ રીતે ચોરી હકીકતમાં પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.


ફિલ્મ શૈલીની ચોરીઃ
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી ચોરીનો આ વીડિયો ઉજ્જૈનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ચોરીનો વીડિયો એક ચાલતી કારમાંથી એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શખ્સ પીકઅપ ટ્રક પર લટકી રહ્યો છે અને તેનો સાથી બાઇક સાથે પીકઅપની પાછળ આવી રહ્યો છે.


વીડિયોમાં તમે જોશો કે, પીકઅપ પર લટકતો ચોર ચતુરાઈથી તાડપત્રી કાપીને એક કોથળો રસ્તા પર ફેંકી દે છે. આ પછી, પીકઅપમાંથી જ, તે બાઇક પર પાછો આવી જાય છે અને બાઈકની પાછળની સીટ પર બેસી જાય છે. ચાલતા પીકઅપ ટ્રકમાંથી આવી લાઈવ ચોરી તમે ભાગ્યે જ જોઈ હશે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, તેઓએ પીકઅપમાંથી સિમેન્ટની ચોરી કરી છે. આ વીડિયો જોયા બાદ લોકોને ધૂમ ફિલ્મની યાદ આવી જાય તે સ્વાભાવિક છે.