‘પદ્માવતી’માં ભારતીય નારીના ચરીત્ર સાથે છેડછાડ, વ્યભિચારી હુમલાવર હતો ખિલજી: ઉમા ભારતી
ઉમા ભારતીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. તેમાં લખ્યું કે, રાણી પદ્માવતીના વિષય પર હું તટસ્થ નથી રહી શકતી, મારું નિવેદન છે કે, પદ્માવતી રાજપૂત સમાજ સાથે ન જોડી ભારતીય નારીની અસ્મિતા સાથે જોડવામાં આવે. રિલીઝ પહેલા ઈતિહાસકાર, ફિલ્મકાર અને વાંધો ઉઠાવનાર સમુદાયના પ્રતિનિધી અને સેંસર બોર્ડે મળીને કમિટી બનાવી અને તેના નિર્ણય કરવું જોઈએ.
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતી શૂટિંગની શરૂઆતથીજ વિવાદ બંધ થવા નામજ નથી લઈ રહ્યો. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ હવે પદ્માવતીની રિલીઝને લઈને થઈ રહેલા વિવાદમાં જોડાઈ ગઈ છે. તેણે ટ્વિટર પર એક ખુલ્લો પત્ર શેર કર્યો છે. જેમાં લખ્યું કે અલાઉદ્દીન ખિલજી એક વ્યભિચારી હુમલાવર હતો. તેની ખરાબ નજર પદ્માવતી પર હતી.
તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગને પણ ચૂંટણી પંચને નકારી દીધી છે. ટીવી રિપોર્ટ્સ પ્રમાણે ચૂંટણી આયોગે ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ અને રીલીઝ તારીખ આગળ લંબાવવાનો ઈનકાર કરી દીધો છે.
જણાવી દઈએ કે, ચિત્તોડગઢની મહારાણી પદ્માવતી પર આધારિત સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મને લઈને રાજપૂત કરણી સેના વિરોધ કરી રહી છે. કરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહનું કહેવું છે કે પદ્માવતીને અલાઉદ્દીનની પ્રેમિકા તરીકે રજૂ કરવામાં આવી છે પણ ઈતિહાસને લઈને લખવામાં આવેલી પુસ્તકોમાં તેનો કોઈ જ ઉલ્લેખ નથી.
હું મારી વાત પર અડગ છું, ભારતીય નારીના સમ્માન સાથે છેડછાડ નહીં ચાલે. ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ક્યારેય નહીં. કેટલીક વાતો રાજનીતિથી ઉપર હોય છે, દરેક વસ્તુને મતના ચશ્માથી જોઈ શકાય નહીં