Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
પીવી સિંધુ સાથે પ્લેનમાં થયું ખરાબ વર્તન, બેડમિંટન સ્ટારે ટ્વીટર પર કાઢ્યો ગુસ્સો
ટ્વિટર થયેલી હલચલ બાદ ઈન્ડિગો એરલાઈન્સ પણ હરકતમાં આવી, ઈન્ડિગોએ સિંધુના ટ્વિટના જવાબમાં લખ્યું, અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ, કૃપા કરીને ખરાઈ કરો કે અમે તમારા રજિસ્ટર્ડ નંબર પર તમારી સાથે વાત કરી શકીએ છીએ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્વિટર પર લોકોએ કેંદ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ગજપતિ રાજૂને ટેગ કરીને લખ્યું, આ શર્મનાક છે. અશોક ગજપતિ જી કૃપા કરીને આ વાત પર ધ્યાન આપો. પીવી સિંધુ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે અને અમે કોઈપણ મહિલા સાથે ખરાબ વર્તન નહી થવા દઈએ.
સિંધુએ લખ્યું, જો આ પ્રકારના લોકો પ્રતિષ્ઠિત ઈન્ડિગો જેવી એરલાઈનમાં આ પ્રકારનું ખરાબ વર્તન કરશે, તો એવામાં તેમની પ્રતિષ્ઠા ખરાબ થશે. ટ્વિટર પર ધણા લોકોએ આપણા રાષ્ટ્રની ગૌરવ સાથે ખરાબ વર્તન કરવા પર એરલાઈન્સની ટીકા કરી હતી.
સિંધુએ ટ્વિટર પર લખ્યું, ગ્રાઉન્ડ સ્ટાફ સ્કિપર અજિતેશે મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો, એર હોસ્ટેસ આશિમાએ તેને યાત્રીઓ સાથે ઠીક રીતે વ્યવહાર કરવા સલાહ આપી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે તેની સાથે પણ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો.
શનિવારે, 4 નવેમ્બર સવારે સિંધુ મુંબઈ આવી રહી હતી ત્યારે ઈન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. ચોંકાવનારી વાત ત્યારે બની જ્યારે એર હોસ્ટેસ આશિમાએ ગ્રાઉન્ડ સ્ટાફને પોતાના યાત્રીઓ સાથે સારી રીતે વર્તન કરવા કહ્યું, ત્યારબાદ ગ્રાઉન્ડ સ્ટાફે આશિમા સાથે પણ ખરાબ વર્તન કર્યું.
નવી દિલ્લી: ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુ પણ એ લોકોની યાદીમાં સામેલ થઈ છે જેમને ઈન્ડિગો એરલાઈન્સથી ફરિયાદ છે. 2016ની રિયો ઓલંપિકની સિલ્વર મેડલ વિજેતાએ મુંબઈ એરપોર્ટના ઈન્ડિગો એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફ પર ટ્વિટરના માધ્યમથી પોતાના ગુસ્સો જાહેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -