મુંબઇઃ વર્ષ 2021માં કેટલીય એવી વેબસીરીઝ આવી જેને ધૂમ મચાવી દીધી અને દર્શકોના દિલ પર રાજ કર્યુ, હવે વર્ષ 2021 પુરુ થઇ રહ્યું છે અને આગામી વર્ષે પણ આ મજેદાર વેબસીરીઝ ફરીથી ધૂમ મચાવવા આવી છે. વર્ષ 2022માં મિર્ઝપુર -3થી લઇને અસુર -2 સહિતની કેટલીક દમદાર વેબસીરીઝ મનોરંજન કરાવવા આવી રહી છે, જાણો ક્યારે થશે આ રિલીઝ.........

સ્કેમ 2003: ધે ક્યૂરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી- સ્કેમ 1992ની શાનદાર સફળતા બાદ વર્ષ 2022માં આ સીરીઝ આવી રહી છે. રિલીઝ ડેટ જાન્યુઆરી 2022 છે, અને SonyLiv પર જોઇ શકાશે.

હીરામંડી - સંજય લીલા ભંસાળીની આ વેબ સીરીઝ આગામી વર્ષ 2022માં રિલીઝ થશે, અને નેટફ્લિક્સ પર જોઇ શકાશે.

અસુર સિઝન 2 - પહેલી સિઝનની સફળતા બાદ બીજી સિઝનની શરૂઆત થઇ રહી છે. વર્ષ 2022માં આ સિઝન રિલીઝ થશે અને વૂટ ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાશે.

કૉડ એમ સિઝન 2 - 2020માં પહેલા ભાગની સફળતા બાદ વર્ષ 2022માં બીજો ભાગ જોવા મળશે. જોકે, રિલીઝ ડેટ જાહેર નથી કરાઇ.

મિર્ઝાપુર સિઝન -3 - મિર્ઝાપુરની સતત સફળતા બાદ હવે ત્રીજી સિઝન વર્ષ 2022માં રિલીઝ થઇ રહી છે. આને ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.

રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ - અજય દેવગનની આ વેબસીરીઝ વર્ષ 2022માં રિલીઝ થશે, જોકે, ડેટ નક્કી નથી થઇ. ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હૉટસ્ટાર પર આને જોઇ શકાશે.

 

 

આ પણ વાંચો------- 

India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ

Vaishno Devi Stampede: પીએમ મોદીએ વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ પર દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને 10 લાખ વળતરની જાહેરાત કરી

BHEL Recruitment 2022: એન્જિનિયર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા

India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો