પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 6ની વિજેતા રહેલ ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે 41 વર્ષની થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ઉર્વશી ધોળકિયાના 16 વર્ષની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતાં અને 17 વર્ષની ઉંમરમાં તેણે પોતાના જુ઼ડવા બાળકોને જન્મ આપ્યો હતો. ઉર્વશી ધોળકિયાની 18 વર્ષની ઉંમરે જ તલાક થઈ ગયા હતા ત્યારથી તે સિંગર પ્રાઉડ મધર છે.

ઉર્વશી ધોળકિયાના જન્મદિવસના અવસર પર ગાયિકા નેહા કક્કડે ગુરુવારે અભિનેત્રીને ઉર્વશીને સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં બર્થ-ડે વિશ કર્યું હતું.

નેહાએ ઉર્વશી સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, હેપ્પી બર્થ-ડે દીદી!!! મારા જાણકારોમાં સૌથી સશક્ત મહિલાઓમાંથી એક, તમામ સિંગર મધર્સ માટે એક પ્રેરણા, પરંતુ તે તમામ મહિલાઓ માટે પણ જે આ વિચારે છે કે પોતાના લાઈફ પાર્ટનરને ખોવા અને માતા બન્યા બાદ તે વધારે કંઈ ન કરી શકી છે. થોડું તેને જોવો! તે અને તેના બાળકો સારી રીતે જિંદગી જીવી રહ્યાં છે. તે મારા માટે પણ એક પ્રેરણા છે. લવ યુ દીદી!!!!!

તમને જણાવી દઈએ કે, ઉર્વશીને ‘કસૌટી જિંદગી કી’ સીરિયલથી નવી ઓળખ મળી હતી. પોતાની એક્ટિંગના સફરમાં તેણે ચંદ્રકાંતામાં પણ કામ કર્યું હતું. ચંદ્રકાંતામાં ઉર્વશી ઈરાવતીની ભૂમિકામાં જોવા મળી હતી. ઉર્વશી રિયાલિટી શોનો પણ હિસ્સો રહી ચૂકી છે તેણે નચ બલિએ અને બિગ બોગ જેવા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.