લેહ: ગલવાન ઘાટી અને ગોગરા બાદ ગુરુવારે ચીની સેના હોટ-સ્પ્રિંગ (પીપી-17) અને ફિંગર એરિયા 4થી પાછળ ખસી ગઈ છે. પરંતુ આ ડિસઈંગેજમેન્ટ પ્રક્રિયામાં ભારતીય સેનાને પણ ફિંગર એરિયામાં જેટલું જરૂરી હતું પાછળ ખસવું પડ્યું છે.
સૂત્રોની માનીએ તો ચીની સૈનિકો જે ફિંગર 4 પર હતા, તે હવે ફિંગર 5 પર જતા રહ્યાં છે. એટલે કે ચીની સેના પાછળ ખસી ગઈ છે. જો કે, કેટલાક ચીની સૈનિકો ગુરુવારે સાંજ સુધી ફિંગર-4 ની રિઝ લાઈન પર દેખાઈ રહ્યાં હતા. પરંતુ સૂત્રોની માનીએ તો તેઓ પણ શુક્રવારે ફિંગર 5 પર જતા રહેશે.
ફિંગર એરિયાની ડિસઈંગેજમેન્ટ પ્રક્રિયામાં ભારતીય સેનાને પણ પાછળ હટવું પડ્યું છે. આ ભારત માટે મોટો ઝટકો હોઈ શકે છે, કારણ કે ફિંગર -4માં ભારતની આઈટીબીપી પોસ્ટ ઘણા વર્ષોથી હતી, જો કે, હાલમાં આ પોસ્ટ વિશે સ્પષ્ટ જાણકારી નથી મળી પરંતુ ફિંગર-4 પરથી ભારતીય સૈના પાછળ જરૂર ખસી ગઈ છે.
નોંધનીય છે કે, 1999 બાદથી ફિંગર-8 થી ફિંગર-5ની વચ્ચે એક રસ્તો બનાવીને ચીનની પીએલએ સેનાએ અહીં પોતાનો કબ્જો જમાવી લીધો હતો. રસ્તો બન્યા બાદ પણ ચીની સેનાએ અહીં (5-8)ની વચ્ચે કોઈ પણ પોસ્ટ કે બંકર બનાવ્યું નથી. ચીની સેના ફિંગર-8થી પાછળ સિરેઝેપ વિસ્તારથી આ વિસ્તાર પર નજર રાખતી આવી હતી. જો ભારતીય સેના પેટ્રોલિંગ માટે ક્યારે અહીં જતી ત્યારે તેઓ ગાડી લઈને તરત અહીં પહોંચીને બેનર-ડ્રીલ દર્શાવીને ભારતીય સેનાને પાછી મોકલી દેતા હતા. એવામાં લાઈન ઓફ એક્ચૂઅલ કંટ્રોલને ફિંગર 5 અને 4 વચ્ચે માનવામાં આવી હતી. ભારતની ચોકી ફિંગર 4 પર પહેલેથી જ હતી.
પરંતુ આ વર્ષે 5-6 મેમાં ચીની સેના ફિંગર-4ની રિઝ લાઈન સુધી પહોંચી ગઈ છે અને ફિંગર-4 અને 5 વચ્ચે બંકર અને ‘પિલ બોક્સ’ બનાવી લીધા છે. જેના કારણે બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. તેના બાદ બન્ને દેશોની સેના અહીં એક બીજા સામે આવી ગઈ હતી અને ફેસઓફની સ્થિતિ સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, 30 જૂનના રોજ ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. આ બેઠકમાં બન્ને દેશ ગલવાન ઘાટી, ગોગરા, હોટ સ્પ્રિંગ અને ફિંગર એરિયામાં ડિસઈન્ગેઝમેન્ટ માટે તૈયાર થયા હતા. તેના બાદ બન્ને દેશોની સેના ગલવાન ઘાટીથી દોઢ દોઢ કિલોમીટર પાછળ ખસી ગઈ હતી.
ગલવાન ઘાટી અને ગોગરા બાદ ચીની સેના હૉટ-સ્પ્રિંગ અને ફિંગર એરિયા-4 પરથી પાછળ ખસી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2020 10:47 PM (IST)
ફિંગર એરિયાની ડિસઈંગેજમેન્ટ પ્રક્રિયામાં ભારતીય સેનાને પણ પાછળ હટવું પડ્યું છે. આ ભારત માટે મોટો ઝટકો હોઈ શકે છે, કારણ કે ફિંગર -4માં ભારતની આઈટીબીપી પોસ્ટ ઘણા વર્ષોથી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -