નવી દિલ્હીઃ થોડા સમય પહેલા એક્ટ્રેસ ઉર્વશી રૌતેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના રિલેશનના અહેવાલ સામે આવ્યા હતા. જોકે આ અહેવાલને ઉર્વશીએ અફગા ગણાવ્યા હતા. પરંતુ ફરી એક વખત બન્નેના રિલેશનને લઈને ચર્ચા શરૂ થઈ છે.

અહેવાલ અનુસાર હાલમાં જ રમાયેલ ભારત પાકિસ્તાન મેચ માટે ઉર્વશીએ હાર્દિક પંડ્યા પાસે બે ટિકિટની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. જણાવીએ કે, ઉર્વશી હાલમાં કામ માટે લંડનમાં છે. સ્પોટ બોયના અકે અહેવાલ અનુસાર ઉર્વશીએ આ મીડિયા અહેવાલને ફગાવી દીધા છે અને કહ્યું કે, તે લંડનમાં કોઈ કામ માટે છે અને તેની પાસે મેચ જોવાનો સમય નથી તો પછી તે ટિકિટ શા માટે માગે?



સ્પોટ બોયના અહેવાલ અનુસાર ઉર્વશી રૌતેલાએ કહ્યું, ‘આ બધા અહેવાલ ખોટા છે. હું તો ખુદ શૂટિંગ માટે અહીં લંડનમાં છું અને મેચ જોવાનો સમય જ નથી. સાથે જ મેચ માન્ચેસ્ટરમાં હતો અને લંડન ત્યાંથી ઘણું દૂર છે. મહેરબાની કરીને તમે આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો.’