હેક થયું આ અભિનેત્રીનું ટ્વીટર એકાઉન્ટ, હેકર્સે કરી આવી ગંદી પોસ્ટ!
ત્યારબાદ તરત જ બીજી પોસ્ટમાં તેણે લખ્યું કે, ‘મારું ટ્વીટર એકાઉન્ટ ટૂંક સમયમાં જ ઠીક કરી દેવાશે ત્યાં સુધી જો તમે કંઈપણ સંદિગ્ધ જુઓ તો માની લેજો કે તે મેં લખ્યું નથી.’ ઉર્વશી આગામી વર્ષે રિલીઝ થનારી ‘હેટ સ્ટોરી-4’માં દેખાશે.
પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આવી પોસ્ટ થઈ હોવાનું જાણીને ઉર્વશી ભડકી ઉડી હતી. તેણે ફેસબુક પર આનો સ્ક્રીનશોટ લઈને સ્પષ્ટતા કરી કે, ‘ખરેખર મારું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે અને અમે હેકર્સ તપાસ કરી રહ્યાં છે.’
નવી દિલ્હીઃ વર્ષ 2015માં મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મોડલ અને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઉર્વશીએ ફેસબુક દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી કે તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે, સાથે જ તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ઉર્વશીના ટ્વિટર એકાઉન્ટ પર મંગળવારે એક પોસ્ટ મૂકવામાં આવી, ‘હું અત્યંત લોકપ્રિય થવા માગું છું અને એક...’