ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર બની ભીષણ દુર્ઘટના, 200 લોકો મોત
બ્રિટિશ મીડિયા અનુસાર, પંગી-રી ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર આ ઘટના બની હતી. આ ન્યૂક્લિઅર સાઈટ ઉત્તર કોરિયાના ઉત્તર પૂર્વમાં છે.ઉત્તર કોરિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કંસ્ટ્રક્શન દરમિયાન બની હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટના 10 ઓકટોબરે બની હતી. પરંતું તેનો ખુલાસો આજ સુધી નહોતો થયો. જેના કારણે મોટા સ્તરે રેડિયોએક્ટિવ લીક થઈ શકે છે.
નવી દિલ્લી: ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર થયેલી એક દુર્ઘટનામાં 200 લોકો માર્યા ગયા છે, જ્યારે 100થી વધુ લોકો સુરંગોમાં ફસાયા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે રેડિયોએક્ટિવ લીકનો ખતરો વધી ગયો છે.
રિપોર્ટ અનુસાર, રેસક્યૂ ઓપરેશન દરમિયાન બીજી વખત દુર્ઘટના સર્જાય હતી. માનવામાં આવી રહ્યું છે કે કિમ જોંગના છઠ્ઠા ન્યૂક્લિયર ટેસ્ટ કરવાના કારણે આ દુર્ઘટના બની છે. કારણકે નજીકના ડુગરને ન્યૂક્લિયર ટેસ્ટની અસર થઈ હતી.