આ છે વરુણ ધવનની ગર્લફ્રેન્ડ, ઓક્ટોબરના પ્રીમિયરમાં આવી સાથે, ક્યા નવા સ્ટાર સાથે કરી હસી-હસીને વાતો? વિગત
આ ફિલ્મને બહુજ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. અમિતાભ બચ્ચને આ ફિલ્મની પ્રસંશા કરતાં ટ્વીટ કર્યું, 'ઓક્ટોબર ફિલ્મ, એક પુષ્પ હરશ્રૃગાંરનો, જેન્ટલ, સૉફ્ટ, શ્રીકૃષ્ણ આને પારિજાત કહતા હતા, બંગાળમાં શિઉલી કહેવામાં આવે છે. એવું એક અનોખું વૃક્ષ જે ફૂલોને ફળ બનવાનો ઇન્તજાર નથી કરતું. ચાંદની રાતમાં ચમકે છે. સવાર થતાં પહેલા કરમાઇ જાય છે.'
વરુણની આ ફિલ્મ ‘ઓક્ટોબર’ અલગ પ્રકારની લવ સ્ટૉરી છે, આ એક ખાસ વર્ગ માટે બનાવવામાં આવી છે. ફિલ્મમાં તે હૉટલ મેનેજરના વિદ્યાર્થીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ માટે દિલ્હીની એક હૉટલમાં શૂટિંગ કરવામાં આવ્યું છે.
એપ્રિલમાં રિલીઝ થયેલી આ ફિલ્મે અપેક્ષા કરતા ખુબજ સારી કમાણી કરી છે. ફિલ્મ કુલ 35 કરોડ રૂપિયાના ખર્ચે બની હોવાનું અનુમાન છે. આ ફિલ્મને હિટ થવા માટે 70 કરોડ રૂપિયા કમાવવા પડશે.
મુંબઇઃ 14 એપ્રિલે રિલીઝ થયેલી વરુણ ધવન અને બનિતા સંધૂના અભિનયથી બનેલી ફિલ્મ 'ઓક્ટોબર'ને ફિલ્મ સમિક્ષકોને ખુબ પ્રસંશા મળી રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું જ્યાં વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દેસાઇ સાથે પહોંચ્યો હતો, આ સાથે તેનું ફેમિલી પણ હાજર રહ્યું હતું. સ્ક્રિનિંગમાં વરુણે ગર્લફ્રેન્ડ નતાશા અને ફ્રેન્ડ સર્કલ સાથે કેટલીક મજાક પણ કરી હતી.
તાજેતરમાં જ ફિલ્મ ઓક્ટોબરના સ્ક્રિનિંગ દરમિયાન ભાગ લેવા પહોંચેલા વરુણ ધવન અને નતાશા દલાલે કેટલીક હળવી પળો તેમના ફ્રેન્ડ સર્કલ સાથે માણી હતી. ખાસ કરીને નતાશાએ વરુણના ફ્રેન્ડ કાર્તિક આર્યન સાથે કેટલીક હળવી મજાક કરી હતી. જોકે આ સ્ક્રિનિંગમાં નતાશાએ વરુણ ધવનની માતા-ફેમિલી સાથે પણ મજાકિયા અંદાજમાં વાતો કરી હતી. નતાશાએ વરુણ અને તેની માતા સાથે સુપર ક્યૂટ ‘ફેમિલી ફ્રેમ’ પણ લીધો હતો. આ દરમિયાન વરુણે કેજ્યૂઅલ અને નતાશાએ ઝમ્પશૂટ પહેર્યો હતો.