સારા અલી ખાન-વરુણ ધવનની ફિલ્મ ‘કૂલી નંબર-1’ના સેટ પરથી તસવીરો થઈ લીક, જુઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મને ખુદ વરુણ ધવનના પિતા અને મશહૂર ડિરેક્ટર ડેવિડ ધવન નિર્દેશિત કરી રહ્યા છે.
આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની વર્ષ 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘કૂલી નંબર વન’ની રીમેક છે. (તસવીરો- માનવ મંગલાની)
આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. કૂલી નંબર 1 બૉલિવૂડની એવી ફિલ્મ છે જેમાં શૂટિંગના સેટ પર પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ કરવામાં નહીં આવે. જેને લઈને વડાપ્રધાન મોદીએ પણ મેકર્સની પ્રસંશા કરી હતી.
જે તસવીરો વાયરલ થઈ છે તેમાં બન્ને ખૂબજ અલગ અંદાજમાં નજરમાં આવી રહ્યાં છે. સારા મલ્ટીકલર શોર્ટ ડ્રેસમાં નજર આવી રહી છે. જ્યારે વરુણ ધવન પીળા કલરની શર્ટમાં નજરે પડી રહ્યો છે.
મુંબઈ: સારા અલી ખાન અને વરુણ ધવન હાલમાં ફિલ્મ ‘કૂલી નંબર-1’ નું શૂટિંગ મુંબઈમાં કરી રહ્યાં છે. ત્યારે શૂટિંગના સેટ પરથી સારા અને વરુણની કેટલીક તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -