ગર્લફ્રેન્ડ નતાશા સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે વરૂણ ધવન, તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Aug 2018 09:08 PM (IST)
1
વરૂણ-નતાશાના લગ્નની ખબરો પણ સામે આવતી રહે છે. વરૂણના કરિયરની વાત કરવામાં આવે તો તેનું ફિ્લ્મી કરિયર ઉંચાઈ પર છે. તેની ફિલ્મ જૂડવા-2 અને ઓક્ટોબરે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
2
વચ્ચે તેમના બ્રેકઅપની ખબર સામે આવી હતી. પરંતુ જ્યારે તે સાથે જોવા મળ્યા ત્યારે બ્રેકઅપની ખબરનું ખંડન થયું હતું.
3
આ વેકેશનમાં વરૂણની સાથે શશાંક ખેતાન અને તેની પત્ની પણ છે. આ લોકોનો ગ્રુપ ફોટો વાઇરલ થયો છે. જેને શશાંકે તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. જો કે વરૂણે નતાશા સાથેના રિલેશનને લઈને હજુ સુધી કઈ ખુલાસો કર્યો નથી પણ અનેક જગ્યાએ આ જોડી એકબીજા સાથે જોવા મળે છે.
4
મુંબઈ: બોલીવુડ એક્ટર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.