વરુણ ધવને ભારતીય વાયુસેના સાથે વિતાવ્યા બે દિવસ, કહ્યું- મારા માટે જાદુઈ દિવસ
abpasmita.in | 10 Jan 2020 08:27 PM (IST)
વરુણ ધવનને તસવીરો શેર કરીને લખ્યું કે, આ મારી જીંદગીનો સૌથી શાનદાર અનુભવ છે.
નવી દિલ્હી: બૉલિવૂડ અભિનેતા વરુણ ધવન અને અક્ટ્રેસ શ્રદ્ધા કપૂર જલ્દીજ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માં નજર આવશે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મ રિલીઝ પહેલા વરુણ ધવને ભારતીય વાયુ સેનાના અધિકારીઓ સાથે બે દિવસ વિતાવ્યા હતા. વરુણે તેની તસવીરો પણ ટ્વિટર પર શેર કરી છે. વરુણ ધવનને વાયુ સેનાના અધિકારીઓ સાથેની તસવીરો શેર કરીને લખ્યું કે, મેં ભારતીય વાયુસેના સાથે જાદુઈ બે દિવસ વિતાવ્યા છે. આ મારી જીંદગીનો સૌથી શાનદાર અનુભવ છે. તેમણે આગળ લખ્યું કે, તે પુરુષ અને મહિલાઓનો ખૂબજ આભારી છું જેઓ દેશની સેવા કરે છે. તમારો આભાર. જય હિંદ ઉલ્લેખનીય છે કે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી નું ટ્રેલરે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યું છે. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ટ્રીટ ડાન્સ 3ડી’માં તેમની સાથે પ્રભુ દેવા, નોરા ફતેહી, સલમાન ખાન, રાઘવ જુયાલ, અપારશક્તિ ખુરાના જેવા કલાકારો નજર આવશે. આ ફિલ્મને રેમો ડીસૂઝાએ નિર્દેશિત કરી રહ્યાં છે.