નવી દિલ્હીઃ સાયરસ મિસ્ત્રીને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટાટા સન્સની અરજી પર સુનાવણી માટે તૈયાર છે અને એનસીએલએટીના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટાટા સન્સે અરજીમાં સાયરસ મિસ્ત્રીએ ટાટા જૂથના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં પરત લેવામાં આવે તેવા નિર્ણયને પડકારી હતી. નોંધનીય છે કે છેલ્લા મહિનામાં એનસીએલટીએ મિસ્ત્રીએ ટાટા સન્સના કાર્યકારી અધ્યક્ષ પદ પર પરત લેવાનો આદેશ આપ્યો હતો અને સાથે કહ્યુ હતું કે આ પદ પર એન.ચંદ્રશેખરનની નિમણૂક ગેરકાયદેસર છે. આ નિર્ણય વિરુદ્ધ ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ટાટા સન્સ સિવાય રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખર કરી એનસીએલટીના આદેશને રદ કરવાની અપીલ કરી હતી.


ટાટા સન્સના પૂર્વ પ્રમુખ રતન ટાટાએ આરોપ લગાવ્યો હતો કે ટાટા સન્સના ચેરમેન બન્યા બાદ પણ હિતોના ટકરાવના કારણે મિસ્ત્રી પોતાના પરિવારના વ્યવસાયથી અલગ કરવા માંગતા નહોતા. ટાટા સન્સ દ્ધારા એનસીએલએટીએ 18 ડિસેમ્બરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. રતન ટાટાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ટાટા સન્સના ચેરમેન તરીકે નિમણૂક માટે મિસ્ત્રીએ પોતાના પારિવારીક વ્યવસાય શાપૂરજી પાલોનજી ગ્રુપથી અલગ થવાની પૂર્વ શરત હતી. વિવિધ મોરચા પર સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન હોવા છતાં પોતાના પારિવારીક સંબંધોથી અલગ થવામાં રસ દાખવી રહ્યા નહોતા. તેમનું કહેવું છે કે ટ્રીબ્યુનલે કોઈ પણ હકીકત કે કાયદાકી આધાર વગર આ ચુકાદો આપ્યો છે. મિસ્ત્રીમાં લીડરશીપના ગુણ નથી, તેને લીધે ટાટા ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.