વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે ડિસેમ્બરમાં કરશે લગ્ન !
વરુણ જલ્દી જ પોતાની આગામી ફિલ્મ કલંક માં નજર આવશે. આ ફિલમ આ વર્ષે 19 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા વરુણે નતાશા સાથે રિલેશનશિપમાં હોવાની વાત પણ કરણ જોહર ચેટ શો “કોફી વિથ કરણ-6”માં સ્વીકાર્યું હતું. જ્યારે તેને પુછવામાં આવ્યું હતું કે તે નતાશા સાથે લગ્ન કરશે તો તેના પર વરુણે હા જવાબ આપ્યો હો. તેણે એ પણ ખુલાસો કર્યો હતો તે તે નતાશા સાથે જલ્દી જ લગ્ન કરશે.
મુંબઈ: બોલિવૂડ એક્ટર વરુણ ધવનના રિલેશનશિપની ખબરો તેના કેરિયરની શરૂઆત થી જ આવતી રહી છે. વરુણ ધવન અને નતાશા દલાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એવામાં બન્ને આ વર્ષના ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવો મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે.
વરુણ પોતાના કરેરિયની શરૂઆતના પહેલા થી નતાશાને ડેટ કરતો રહ્યો છે. ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર થી ડેબ્યૂ કર્યા બાદ આલિયા ભટ્ટનું નામ પણ વરુણ સાથે જોડાયું હતું પરંતુ એવી કોઈ પણ વાતથી ઇનકાર કરી દીધો હતો.
અહેવાલ પ્રમાણે વરુણ અને નતાશા આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. જો કે અંગે વરુણ-નતાશા અને તેમના પરિવાર તરફથી કોઈ જ નિવેનદન આપ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -