નવી દિલ્હી: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે, જેના કારણે સામાન્ય માણસથી લઈને ફિલ્મી હસ્તીઓ પણ પોત પોતાના ઘરે છે. તમામ સેલિબ્રિટીઓ પણ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. તેની વચ્ચે એક્ટર વરુણ ધવનની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા કરી રહ્યાં છે.


વાસ્તવમાં, એક ઈન્ટરટેઈનમેન્ટ વેબસાઈટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વરુણ ધવનની એક તસવીર શેર કરી હતી. જેમાં તે એક પોલીસકર્મી સાથે હાથ મીલાવતો નજર આવી રહ્યો છે. આ તસવીરને લઈ અનેક ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. હવે આ તસ્વીર મામલે ખુદ વરુણ ધવને સ્પષ્ટતા કરી છે.



અઝહરુદ્દીન નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, “સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને ગ્લવ્સ ક્યાં છે. મૂર્ખ પોલીસવાળા સાથે હાથ મીલાવીને તેને ઈન્ફેક્શનના ખતરામાં નાંખે છે. આ અભિનેતા એક ખરાબ એગ્ઝામ્પલ સેટ કરી રહ્યો છે.”



ધવને પોતાના ખાસ અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, "મુર્ખ આ જૂની તસવીર છે. બે મહીના પહેલા લેવામાં આવી હતી, લવ યૂ. ""