અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 54 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આજના નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 626એ પહોંચી ગઈ છે.


આજે જે નવા 45 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 31, સુરતમાં 9, ભાવનગર-દાહોદ-ગાંધીનગરમાં 1-1 કેસ અને મહેસાણામાં 2 નવા કેસ સામે આવ્યા છે. જે એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી છે તે 20 વર્ષનો યુવક અમદાવાદ એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો છે.

અમદાવાદમાં જે 31 કેસ સામે આવ્યા છે તેમાં નવરંગપુરાની સહકાર સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત માણેકચોક વિસ્તારમાં 5 કેસ, દરિયાપુર વિસ્તારમાં 3 કેસ, અને શાહ-એ-આલમ સફી મંજીલ પાસે 11 કેસ મળી આવ્યા છે.



ગુજરાતમાં જે 617 કેસ જેમાંથી 9 ક્રિટિકલ છે જ્યારે 527 સ્ટેબલ છે. જ્યારે 55 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 1996 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 79 પોઝિટિવ, 1917 નેગેટિવ આવ્યા છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 14980 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 617 પોઝિટિવ આવ્યા છે જ્યારે 14363 નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં જે 617 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 34 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 550 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.