સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં ધીરૂભાઈ અંબાણીનો રોલ કરશે આ બોલીવૂડ એક્ટર ?
સલમાનની ફિલ્મ ભારતમાં કેટરીના સલમાન ખાનની બોસનો રોલ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન, કેટરીના, તબ્બુ, દિશા પટણી અને સુનીલ ગ્રોવર મહત્વપૂર્ણ રોલ નિભાવશે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મમાં વરૂણ ધવન પણ એક કેમિયો કરશે. માનવામાં આવી રહ્યુ છે કે વરૂણ ધવન ધીરૂભાઈ અંબાણીનો રોલ નિભાવશે. હાલ સુધી ફિલ્મમાં ડીરેક્ટર અને ટીમે ફિલ્મ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. ફિલ્મની કહાની પણ ગુપ્ત રાખવામાં આવી છે. હાલ સુધી કોઈ સ્પષ્ટ થયુ નથી કે વરૂણનો આ કેમિયો ગીત સ્વરૂપે હશે કે પાત્રના રૂપમાં જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડનો દબંગ સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ 'ભારત'ના શુંટિગમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ જફરના ડીરેક્શનમાં બની રહેલ ફિલ્મ ભારત ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ કેટરીના કૈફ જોવા મળશે. આ રોલ માટે પહેલા પ્રિયંકા ચોપડાને સાઈન કરવામાં આવી હતી. પરંતુ પ્રિયંકાએ આ ફિલ્મને છોડી દેતા કેટરીના આ રોલ નિભાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -