ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આજથી 10 ટકા ઈબીસીનો અમલ, જાણો કોને મળશે લાભ
ગાંધીનગરઃ સવર્ણોને 10 ટકા અનામતનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ ગુજરાતમાં આજથી તેનો અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજિક સમરસતાની પુષ્ટિ રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિણર્ય કર્યો છે.
14 જાન્યુઆરી 2019થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળતો થશે. જે મુજબ 14 જાન્યુઆરી, 2019 પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે
14 જાન્યુઆરી,2019 પહેલા જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત-મૌખિક પરીક્ષા તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે તેને આ અનામતનો લાભ લાગુ થઇ શકશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે. આ 10 ટકા અનામત એસસી, એસટી અને એસઈબીસીને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -