પ્રેયરમીટમાં અજય દેવગન માતા વીણા દેવગન, પત્ની કાજોલ તથા દીકરી ન્યાસા સાથે સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ બોલિવૂડ સેલેબ્સ આવી પહોંચ્યાં હતાં. આ દરમિયાન અજય દેવગણ અને પુત્રી ન્યાસા બહુ જ દુખી લાગી રહ્યા હતાં.
વીરૂ દેવગણની પ્રાર્થના સભામાં અજય દેવગણ, માતા વીણા દેવગણ, પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા એકસાથે આવ્યા હતાં. આ દરમિયાન પુત્રી ન્યાસા રડતી જોવા મળી હતી. તે સમયે પિતા અજય દેવગણને સંભાળી હતી.
વીરૂ દેવગનની પ્રાર્થનાસભામાં ચંકી પાંડે-ભાવના પાંડે, કબિર બેદી-પરવીન દુસાંજ, રિતેશ સિધવાણી, વિપુલ શાહ-શૈફાલી શાહ, રવિના ટંડન, સુનિલ શેટ્ટી-માના શેટ્ટી, સુરેશ ઓબેરોય, ઉર્મિલા માતોંડકર, ગુલશન ગ્રોવર, મહિમા ચૌધરી, રાજકુમાર ગુપ્તા, તબુ, કરિના-કરિશ્મા-રણધિર કપૂર, અરૂણા ઈરાની, શક્તિ કપૂર, અબ્બાસ-મસ્તાન, અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ આવી પહોંચ્યા હતાં.