જીતેન્દ્રના કઝિન અને આ અભિનેત્રીના પતિએ છઠ્ઠા માળેથી કૂદી કરી આત્મહત્યા
હાલ તેમનું ફેમિલી હૈદરાબાદમાં રહે છે અને તેમને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયા સુધા અને નીતિને વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. તેમને શ્રેયાન અને નિહાર નામના બે દીકરાઓ છે. આ કેસમાં કોઈપણ બાબત શંકાસ્પદ લાગતી નથી.
નીતિનની છેલ્લા એક મહિનાથી કોકીલા બહેન હોસ્પિટલમાં માનસિક સારવાર ચાલી રહી હતી. તેઓ જીતેન્દ્રના ફર્સ્ટ કઝિન તથા એક્ટ્રેસ અને રાજનેતા જયા સુધાના પતિ હતા.
તેમની બહેનના ઘરે રહેતા નિતિન કપૂરે છઠ્ઠામાળની ટેરેસના દરવાજાનો લોક તોડી કૂદી પડ્યા હતા. તેમજ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. ડિસીપી અશોક દુધેએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 18 વર્ષથી બેરોજગાર હતા અને ડિપ્રેશનમાં હતા.
મુંબઈઃ ફિલ્મ એક્ટર જીતેન્દ્રના પીતરાઈ ભાઈ નીતિન કપૂરે આત્મહત્યા કરી લીધી છે. 'સુર્યવંશમ'માં અમિતાભની પત્ની અને માનો રોલ કરનારી એક્ટ્રેસ જયા સુધાના 58 વર્ષીય પતિ નિતિન કપૂરે મંગળવારે રાત્રે 1 વાગીને 45 મિનિટે વર્સોવામાં બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -