આ તસવીરમાં તે ઘણી પાતળી, ફિટ અને ગ્રેસફૂલ નજરે પડી રહી છે. તેણે એમ પણ જણાવ્યું કે, આ તસવીર તેના બધાઈ હો કો સ્ટાર ગજરાજ રાવે ખેંચી છે. જોકે, આવું પ્રથમ વખત નથી થયું કે તે કોઈ તસવીર-કેપ્શનના કારણે ચર્ચામાં આવી હોય. પરંતુ પહેલા પણ આમ કરી ચુકી છે.
થોડા દિવસો પહેલા બંને લંડનમાં હતા અને નીનાએ ગજરાજ સાથે ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું, જ્યાં જાઉ છું ત્યાં ચાલ્યો આવે છે.
નીના અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર બેટ્સમેન વિવિયન રિચર્ડ્સનું અફેર હતું. નીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મારી અને વિવિયન વચ્ચે કોઈ ઇમોશનલ અટેચમેન્ટ ક્યારેય નહોતું. જે સમયે વિવિયન અને નીનાનું અફેર હતું ત્યારે વિવિયન પત્નીથી અલગ થઈ ગયા હતો. તલાક પણ નહોતા થયા. પ્રથમ પત્નીથી વિવિયનના બે બાળકો હતો. જ્યારે નીનાથી મસાબા નામની એક પુત્રી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)