બેંગ્લુરુઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. 1990ના દાયકાની જાણીતી ફિલ્મ અભિનેત્રી જયંતીનું નિધન થયું છે. આજે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેના પુત્ર કૃષ્ણ કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. એક્ટ્રેસે કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.
76 વર્ષીય કન્નડ એક્ટ્રેસ જયંતીને સાત વખત કર્ણાટર રાજ્ય ફિલ્મ પુરસ્કાર અને બે વખત ફિલ્મ ફેર અવોર્ડ જીત્યો છે. એટલું જ નહીં જયંતીએ નવી પેઢીના અનેક કલાકારો સાથે પણ કામ કર્યુ છે. જ્યંતીના સહયોગીના કહેવા મુજબ તે તેના અભિનય અને સ્વભાવના કારણે અમર રહેશે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવીને લખ્યું કે, તેનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમૂલ્ય યોગદાન યાદ રહેશે. તેના નિધનથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે.
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ 40 હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,361 નવા કેસ નોંધાયા અને 416 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,968 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 2,977 એક્ટિવ કેસ વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 25 જુલાઈ સુધી 43 કરોડ 51 લાખ કરતાં વધારે કોરોના રસીના ડઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખ 99 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરાયા છે. ગઈકાલે 11.54 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી વધારે છે.