સુરતઃ મહુવા તાલુકાના કોષ ગામે ખાડીમાં મુંબઈથી આવતી કાર ખાબકી હતી. મુંબઈથી માતા સાથે નીકળેલ યુવક તેની બીમાર દીકરીની ખબર અંતર પૂછવા જતો હતો ત્યારે આ ઘટના બની હતી. મુંબઈથી નેવિગેશનને આધારે મહારાષ્ટ્રના નવાપુર માતાને લઈને યુવક જતો હતોય


કોષ ખાડીમાં પાણીમાં કાર ફસાઈ જતા 3 કલાક કાર ઉપર યુવક માતા સાથે મદદ માટે બેસી રહ્યો હતો. કારની છત ઉપર ચઢીને મદદ માટે બૂમ પાડતા એક યુવક તેની મદદે ગયો હતો. આશરે 3 કલાક બાદ જે.સી.બી.ની મદદથી કારમાં ફસાયેલ યુવક અને તેની માતાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચારેય તરફ બસ પાણી જ પાણી છે. અહીં રવિવાર દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દસ ઈંચ વરસાદ વરસતા મોટી મારડ ગામના પાંચ તળાવો ઓવરફ્લો થયા છે. મેઈન તળાવ, પંચાયત પાસેનું તળાવ અને મારડીયાના માર્ગ પરનું તળાવ ઓવરફ્લો થયુ છે.


 


તો ધોધમાર વરસાદને લીધે ખેતરો પણ જળબંબાકાર થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું છે. તો પાણીના સ્તર પણ ઉંચા આવ્યા.


 


રાજકોટમાં સાર્વત્રિક વરસાદ


 


આ તરફ રાજકોટ જિલ્લામાં પણ રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લીધે રાજકોટ મોરબી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણીના પ્રવાહની સાથે કેટલાક પશુઓ પણ તણાયા હોવાનો સરપંચે દાવો કર્યો છે. તો ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ ધોવાયા હતા. નદીઓના પાણી પણ ગામમાં ઘુસી જતા લોકોના ઘરવખરીને નુકસાન થયું હતુ.









 

 



 

 


 

 

Ad ends in 20s