ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન રાજ્યના ૧૧૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં બે કલાકમાં ૫ ઈંચ સાથે દિવસ દરમિયાન કુલ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધિકા ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ ૭ ઈંચ કરતાં વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.


રાજકોટ જિલ્લાના લોધિકામાં બપોરે ૨ થી ૪ દરમિયાન જ ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ છોટા ઉદેપુરમાં ૭.૨૮, ક્વાંટમાં ૬.૭૩ ઈંચ, જામનગરના કાલાવડમાં ૫.૭૮, વલસાડના કપરાડામાં ૫.૧૧, જુનાગઢના માણાવદરમાં ૫ ઈંચ વરસાદ સાથે મેઘમહેર થઇ હતી. રાજ્યમાં જ્યાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં નર્મદાના તિલકવાડા, જુનાગઢના વંથલી, બોડેલી, બોટાદ, જુનાગઢ, ગઢડા, કુતિયાણા, કરજણ, ધોરાજી, જાંબુઘોડા, લીમખેડા, જેતપુર પાવી, ડભોઇનો સમાવેશ થાય છે.


ગુજરાતમાં હજુ સુધી મોસમનો ૨૮% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨૫ જુલાઇ સુધી ૩૮.૨૬ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.


રાજકોટ જિલ્લાના લોધિકામાં બપોરે ૨ થી ૪ દરમિયાન જ ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ છોટા ઉદેપુરમાં ૭.૨૮, ક્વાંટમાં ૬.૭૩ ઈંચ, જામનગરના કાલાવડમાં ૫.૭૮, વલસાડના કપરાડામાં ૫.૧૧, જુનાગઢના માણાવદરમાં ૫ ઈંચ વરસાદ પડ્યો હતો.


વરસાદની આગાહી


રાજ્યમાં આજે એટલે કે 26 જુલાઈના રોજ પણ સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ખેડા, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, દ્વારકા અને દીવમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.